Sunday, 14 June 2015

મુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયામુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયા

તાજેતરમાં મુંબઈના થાણે ભાયંદર ખાતે કેશવ સૃષ્ટીના શ્રી.રામભાઉ માહલગી પ્રબોધિની સંસ્થા દ્વારા ભાજપના સાંસદોના પી.એ.-પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંતર્ગત ત્રીદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા વક્તા તરીકે ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને આમંત્રણ આપવામા આવેલ હતુ.

આ અંગે વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ કે, ભારતના ૧૭ રાજ્યોમાંથી ૭૦ જેટલા સાંસદોના અંગત મદ્દદનિશો આ ત્રીદિવસીય કાર્યશાળામાં ઉપસ્થીત રહ્યા હતા. કાર્યશાળાનો મુખ્ય વિષય ભારત સરકારની ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે તેમને માહીતગાર કરી, આ યોજના સંદર્ભે તેમને પ્રશિક્ષણ આપવાનો હતો.

ડો. કથીરિયાએ તેમના વક્તવ્યમાં સાંસદો તેમના વિસ્તારમાં જે આદર્શ ગામને રસ્તા, ગટર, પાણી વગેરે સુવિધાયુક્ત બનાવે છે, તેમ દરેક ગામમાં, ઘરે ઘરે ગાય, ગામે ગામ ગૌચર નિર્માણ, ગૌશાળા, પંચગવ્ય મહિલા મંડળીઓ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ આધારીત સજીવ ખેતી વગેરે ગૌ સંલગ્ન વિષયોને ગામના વિકાસ સાથે જોડવા સુંદર પીપીટી પ્રેન્ટેશન રજુ કર્યું હતુ. ગૌપાલન, ગૌસંવર્ધન, ગૌઆધારીત – સુખી, સમૃધ્ધ, સ્વસ્થ, સુરક્ષીત, શિક્ષીત, સ્વાવલંબી, સ્વાભિમાની, સમરસ અને સંસ્કારી સમાજ રચનાના પંડિત દીનદયાલજીના એકાત્મ માનવવાદના મોડેલ અનુસાર વ્યક્તિથી સમષ્ટિ અને છેક દરેક પરેષ્ટિ સુધિના વિષ્વકલ્યાણની વિભાવના સાકાર કઇ રીતે કરી શકાય, તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ દ્વારા ડો. કથીરિયાએ આપ્યું હતું.


કાર્યશાળા બાદ પોતાના પ્રતીભાવ આપતા સહભાગીઓએ જણાવ્યુ હતુકે, તેમના માટે આ એક ખુબજ પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો, જે ગ્રામ વિકાસની રૂઢિગત પ્રણાલીથી એક્દમ અલગ અને નાવિન્યસભર લાગ્યો. તેઓએ ખાત્રી આપીકે તેઓ જ્યારે  ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે ચર્ચા થશે ત્યારે ગૌ આધારીત સમગ્ર વિકાસના મોડલ અંગે તેમના પદાધિકારીઓ અને અધિકારીઓને સમજાવી, આદર્શ ગામમાં અને તેમના મત ક્ષેત્રમાં ભારતીય ગૌવંશને પ્રથમ અગ્રતા અપાય તે અંગે તેઓ પ્રયત્ન કરશે.

No comments:

Post a Comment