Monday 20 July 2015

ગૌસેવાના ગુજરાત મોડેલને પંજાબ અને હરિયાણા સરકાર સમક્ષ રજુ કરી, તે અપનાવા અનુરોધ કરતા ગુજરાત ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયા


ડો. કથીરિયાની રાહબારી હેઠળ દેશનાં નામાંકીત ગૌતજજ્ઞોના ડેલીગેશને ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌઆધારીત કૃષિના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણાની મુલાકાત લીધી

તાજેતરમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની રાહબારી હેઠળ આખા દેશમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિ જેવા વિષયોના અભ્યાસ માટે પાંચ દિવસની સ્ટડી ટુર અર્થે પંજાબ અને હરિયાણા રાજ્યની મુલાકાત લીધેલ. આ મુલાકાત દરમ્યાન દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓ આ ડેલીગેશનમાં સામેલ થઇ વિવિધ પ્રશ્ને ચર્ચા-વિચારણા કરેલ. આ અભ્યાસ પ્રવાસ દરમ્યાન ત્રણે રાજ્યો વચ્ચે ખૂબ અગત્યના વિષયો અને માહિતિઓનું આદાન-પ્રદાન કરવામાં આવેલ. આ મુલાકાતના અગત્યના અંશો વીશે અહિં પ્રસ્તુત છે.

નેશનલ ડેરી રીસર્ચ ઇનસ્ટીટ્યુટ – કર્નાલ ના ગૌવૈજ્ઞાનીકો સાથે ચર્ચા
ડો. કથીરિયાના જણાવ્યા અનુસાર, નેશનલ ડેરી રીસર્ચ ઇનસ્ટીટ્યુટ (એન.ડી.આર.આઇ) જે હરીયાણાના કર્નાલ ખાતે સ્થીત છે તેના ગૌવૈજ્ઞાનીકો સાથે બેઠક યોજી તેમને ભારતીય ગૌવંશની ઓલાદ સુધારણા પર સંશોધન કરી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગોકુળ મીશન યોજના અંતર્ગત દરેક રાજ્યના માળખાકીય સુવીધાનો ઉપયોગ કરી દરેક રાજયને એન.ડી.આર.આઇના સંશોધનનો લાભ મળે તે અંગે ભલામણ કરી હતી. તેમજ પંજાબ-હરિયાણાની દેશી જાતો જેવીકે, સહીવાલ, હરિયાણી, મેવાતી, થરપાકર વગેરેની ઓલાદ સુધારણા માટે એકશન પ્લાન ઘડવા સુચન કરેલ. તેમજ ફ્ક્ત વિદેશી ટેક્નોલોજી અને મશીનરી ઉપયોગ કરીએ પરંતુ વિદેશથી જર્સી બુલના સીમેનની આયાત પર પ્રતિબંધ લાદવા કહેલ.
તેમને સારી નસ્લના ભારતીય બુલના સેકસડ (ફક્ત ગાયો જ જ્ન્મે તે પ્રકારના) સીમેન ડોઝ તૈયાર કરાવા તેમજ દેશી ગાયની ગુણવતા બાબત પ્રચાર-પ્રસાર કરવા સુચન કરેલ. તેમને પંચગવ્યમાં રહેલા સુવર્ણ, સ્ટ્રોન્સ્યમ, સેલીબ્રોસાઇડ, એન્ટી ઓક્સીડન્ટ, બાયોએનહાન્સર વગેરે તત્વોને ઓળખી તેમને વૈજ્ઞાનિક રીતે પ્રમાણીત કરી ઉપયોગીતામાં આવે તે માટે માર્ગદર્શીત કરેલ.



નેશનલ બ્યુરો ઓફ એનીમલ જીનેટીક રીસોર્સીઝ (એન.બી.એ.જી.આર.) સાથે બેઠક
એન.બી.એ.જી.આર. જે ભારતીય ગૌવંશનું આઇડેન્ટીફીકેશન કરી તેનું રજીસ્ટ્રેશન કરી તેનો રેકોર્ડ જાળવાનું કામ કરે છે તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજી શ્રેષ્ઠ બુલ અને દૂધાળી ગાયોને શોધવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૩૨ ભારતીય પ્રજાતીની ગાયો પર સંશોધન કરેલ છે અને વધુને વધુ પ્રજાતીને આવરવા પ્રયત્નશીલ છે.

નૂરમહલ ખાતે દિવ્ય જ્યોતી જાગૃતી સંસ્થાનના શ્રેષ્ઠ બ્રીડીંગ સેન્ટરની મુલાકાત
જલંધર પાસે નૂરમહલ ખાતે પૂ. આશુતોશજી માહરાજ પ્રેરીત દિવ્ય જ્યોતી જાગૃતી સંસ્થાનના પૂ. સ્વામી ચીન્મયાનંદજી દ્વારા ગીર, સહીવાલ, થરપારકર ગાયોનું શ્રેષ્ઠ બ્રીડીંગ સેન્ટર ધરાવે છે. ડો. કથીરિયા અને ડેલીગેશનના સભ્યોએ મુલાકાત બાદ, તેમની કામગીરીની ખૂબ સરાહના કરેલ. તેમજ તેમને શ્રેષ્ઠ એ.આઇ. સેન્ટર ઉભુ કરવા સુચન કરેલ. સમગ્ર કેમ્પસમાં સજીવ ખેતીના પ્રયોગો નીહાળ્યા સાથે પંચગવ્ય અને આયુર્વેદ ફાર્મસીની પણ મુલાકાત લીધી.

ગોવિંદ ગૌધામ ગૌશાળા અને હોર્ટીક્લચર ફાર્મની મુલાકાત
લુધિયાણા અને ગઢશકર ખાતે શ્રી કૃષ્ણાનંદ્જી મહારાજ પ્રેરીત ગોવિંદ ગૌધામ ગૌશાળાની મુલાકાત કરી ગૌસેવાકીય પ્રવૃતીની માહિતી મેળવેલ હતી. તદઉપરાંત, હરિયાણા ખાતેના હોર્ટીક્લચર ફાર્મની અને પ્રાઇવેટ બ્રીડ્રરો દ્વારા ચલાવામાં આવતી અદ્યતન ગૌશાળાઓની મુલાકાત લીધેલ.

એન.આર.આઇ. ઉદ્યોગપતી દ્વારા આખા ગામને મફત બાયોગેસ પુરો પડાય છે
પંજાબના રોપડ જીલ્લાના બહાદુરપૂર ગામમાં એન.આર.આઇ. ઉદ્યોગપતી સરદાર ગગનદિપસીંગ દ્વારા પોતાની ગૌશાળામાં ગાયોના ગોબરમાંથી ૧૨૫ એમ.ટી. બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, આ બાયો ગેસ આખા ગામને ઘરે-ઘરે નિ:શુલ્ક વિતરણ કરી આપવામાં આવે છે. ડો. કથીરિયા અને ડેલીગેશનના સભ્યોએ આ નવતર પ્રયોગને ખુબ વખાણ્યો હતો, અને આ અનુકરણીય પગલાને ગુજરાતમાં અનુસરવા વિચારણા હેઠળ સામેલ કરેલ.

પંજાબ કેસરી અખબારની મુલાકાત
જલંધરમાં પંજાબના જાણીતા અખબાર પંજાબ કેસરીના મેનેજીંગ એડીટર શ્રી અવિનાશ કુમારના આમંત્રણથી ડો. કથીરિયા તેમજ પૂ. સ્વામી સચ્ચીદાનંદજી અને ડેલીગેશન અખબારની મુલાકાત કરી, તેમની આ પંજાબ મુલાકાત અને ગૌસેવાના ગુજરાત મોડેલ અને ગુજરાતના મીડીયા તરફથી ગૌસેવાની પ્રવૃતીઓને અપાતા મહત્વ અને તેના લીધે સમાજમાં આવેલ જાગૃતી વિશે તેમજ પંજાબના મીડીયા દ્વારા દેશી ગૌવંશ માટે શુ કરી શકાય તે માટે ચર્ચા કરેલ.


પંજાબ તથા હરિયાણાના મુખ્યમંત્રી અને ગવર્નર સાથે મુલાકાત
પંજાબના મુખ્યમંત્રી સરદાર પ્રકાશસીંગ બાદલની મુલાકાત દરમ્યાન તેમણે ડો. કથીરિયાને જણાવ્યૂ હતુ કે તેઓએ ગીર અને સહિવાલ ગાયો તેમના ફાર્મ પર રાખી છે અને તેઓ ગૌભક્ત છે. આ ગૌપ્રેમ અને ગૌભક્તી બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન આખા પંજાબમાં ખેડુતો ઘરે-ઘરે ગાયો રાખે તેવી યોજનાઓ બનાવા સુચનો કર્યા હતા. તેમને મીલ્ટ્રી ડેરી ફાર્મ અને નુરમહલ જેવી એન.જી.ઓ. સાથે એમ.ઓ.યુ. કરી શ્રેષ્ઠ બુલ મધર ફાર્મ તૈયાર કરવા સુચન કરેલ. વિશેષ તેમને ગૌસેવાના વિવિધ પાસાઓને શ્રેષ્ઠ રીતે ગુજરાત મોડેલની જેમ સમગ્ર પંજાબમાં વિસ્તારી શકાય તે અંગે જણાવેલ. જે બાબત તેઓને ખુબ પસંદ પડતા તેઓએ તુરંત તેમના અધિકારીઓ અને ગૌવૈજ્ઞાનીકોનુ પ્રતિનિધી મંડળ બનાવી, તેમની સાથે બેઠકનુ આયોજન કરી એકશન પ્લાન બનાવા જણાવ્યું હતુ.
તેવીજ રીતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટટર અને કૃષિમંત્રી ઓમપ્રકાશ ધણખણ સાથે મુલાકાત કરી હરિયાણામાં શ્રેષ્ઠ ગૌરક્ષા કાનુન પસાર કરવા માટે ડો. કથીરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગૌસેવાની વિવિધ યોજનાઓ અન્ય રાજયોમાં ફેલાવિ શકાય અને હરિયાણાની દેશી નસલની ગાયો જેમકે હરીયાણી, મેવાતી, સાહીવાલ, થરપાકરને વધુમાં વધુ વિસ્તારી શકાય એ માટે સઘન પ્રયત્નો કરવા ચર્ચા-વિચારણા થઇ હતી. પંજાબના મુખ્યમંત્રીને મળનાર પ્રતિનિધીમંડળ હરિયાણામાં પણ એજ રીતે મુખ્યમંત્રીને મળીને ગૌસેવાના વિવિધ પાસાઓનું આદાન-પ્રદાન કરશે.
પંજાબ-હરિયાણાના ગવર્નર પ્રો. કપ્તાનસીંગ સોલાની સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને બન્ને રાજ્યોના ગૌસેવાના પ્રયાસો અને ગૌસંવર્ધનની માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતુ. તેમજ ગવર્નરશ્રીએ ગુજરાતની ટીમની પ્રવૃતીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભાના અધ્યક્ષ અટવાલજી સાથે મુલાકાત સમયે પંજાબના કૃષિમંત્રી ટોટાસીંગ અને શ્રીમણી ગુરુદ્વારા પ્રબંધક કમીટીના બીબી જાગીર કૌર પણ ઉપસ્થીત રહ્યા હતા, જ્યાં ગૌસંવર્ધન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અભ્યાસ પ્રવાસની ફલશ્રુતી

આ અભ્યાસ ટુર દરમ્યાન મેળવેલ જીનેટીક્સ ડેટા, ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ફોર લાઇવસ્ટોક જીનેટીક એન્ડ જીનોમીક્સ માટે ઉપયોગમાં આવશે. હરિયાણા સરકારની નવી યોજનાઓ છે જે ગુજરાતમાં અમલ કરી શકાય છે. જ્યારે પંજાબમાં એ.પી.એમ.સી ની આવક પર સેશ નાખવામાં આવેલ છે, જે જીલ્લાના કલેકટર દ્વારા સીધ્ધો ગૌસેવાની પ્રવૃતી માટે ઉપયોગમામ લેવામાં આવશે, જે અનુકરણ કરવા લાયક છે. સરકાર તરફથી દેશી જાતની ગાય ખરીદવા ૫૦ ટકાસબસીડી આપવામાં આવે છે. તેમજ લાઇવસ્ટોક ઇન્સ્પેકટર ગામડે ગામડે નીમણુક પામ્યા છે. બનેં રાજ્યોમા ગુજરાત જેવીજ સજાગતા છે અને સરકાર દેશી ગાયો પ્રત્યે સજાગ અને કટીબ્ધ છે, જે ઘણી સરાહનીય બાબત છે.