Saturday, 19 December 2015

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

Monday, 14 December 2015

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા

તાજેતરમાં હરીદ્વાર સ્થીત પ્રભુ પ્રેમી સંઘના સ્થાપક પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ રાજકોટના આર્ષવિદ્યામંદિરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા સાથે ગૌસેવા, ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધન જેવા વિષયો પર સવિસ્તાર ચર્ચા કરી હતી. ડો. કથીરિયા દ્વારા ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સમાજમાં ગૌજાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી સ્વામી અવધેશાનંદજીને અવગત કરવામાં આવેલ હતા. સ્વામીજીના કનખલ, હરીદ્વાર સ્થીત આશ્રમ ખાતે ગૌશાળા ચલાવામાં આવે છે. તેઓ દેશી ગૌવંશના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા આયોગના માધ્યમથી જે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અત્યંત પ્રભાવીત થયા હતા અને ડો. કથીરિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમની સાથે ચર્ચામાં આર્ષવિદ્યામંદિરના પ.પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને પુ. સ્વામીની ધન્યાનંદજી પણ જોડાયા હતા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

Friday, 9 October 2015

ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ

ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા તાજેતરમાં ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું હતુ, જેમા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણ સિંહ, કૃષી મંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલ સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહયા હતા, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન આપવામા આવેલ.

આ કાર્યશાળાની ફળશ્રુતી રૂપે કાર્યશાળાના અંતમાં ડો. કથીરિયા તેમજ તમામ ગૌવૈજ્ઞાનીકોની બેઠકમા એકશન પ્લાન બનાવામાં આવેલ જેમા છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાતની માફક ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો નીર્ધાર કરવામા આવેલ. આગામી દિવસોમા, છત્ત્તીસગઢમાં બુલ મધર ફાર્મ, એ.આઇ. સેન્ટર્સ, પંચગવ્ય ઉત્પાદન ટ્રેનીંગ અને મોડેલ ગૌસંવર્ધન કેન્દ્રો સ્થપાશે.

Tuesday, 22 September 2015

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય આયોજીત રાષ્ટ્રીય કાર્યશાળામાં ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને ડો. વલ્લભભાઇ કથીરિયા માર્ગદર્શીત કરશે

છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું છે.  આ રાષ્ટ્રીય કાર્યશાળામાં છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને માર્ગદર્શીત કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ કાર્યશાળાના આયોજનનો મુખ્ય હેતુ, છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાત મોડેલની જેમ ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો છે.

આ માટે વિવિધ ક્ષેત્રના ગૌસેવા સાથે જોડાયેલા તજજ્ઞો, જાણકારો અને અનુભવિઓને ખાસ માર્ગદર્શન આપવા અહિં બોલાવામાં આવ્યા છે. આ કાર્યશાળા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણ સિંહ અને કૃષિમંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ત્રણ દિવસ દરમ્યાન, ૧૪ અલગ-અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.

Tuesday, 11 August 2015

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત દ્વારા "ગૌશાળા - પાંજરાપોળ સ્વાવલંબન કાર્યશાળા" નું ગાંધીનગર ખાતે આયોજન

v  ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 16 ઓગસ્ટે કડી સર્વ વિદ્યાલય, સેક્ટર - 23, ગાંધીનગર મુકામે મહામહીમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ્‌ હસ્તે ઉદ્‌ઘાટન
v  પાંજરાપોળ - ગૌશાળા મેનેજમેન્ટ, ગોપાલન, ગૌ આધારીત કૃષિ, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર અને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા સ્વાવલંબન જેવા વિષયો પર દેશભરના તજજ્ઞો અને ગોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન

    ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના નેજા હેઠળ, શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા - પાંજરાપોળ સંઘ - ગાંધીનગર, સમસ્ત મહાજન - મુંબઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલીસી અને સ્ટ્રેટેજીસ - આણંદના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા - પાંજરાપોળ વ્યવસ્થાપક મંડળો, ગોપાલકો, માલધારીઓ તેમજ ગૌસેવા, ગોપાલન, ગૌસંવર્ધન અને પંચગવ્ય ઉત્પાદન વગેરેમાં રસ ધરાવતા સૌ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર - 23, સ્થિત કડી સર્વ વિદ્યાલયના કેમ્પસમાં નાથીબા કોમર્સ કોલેજ - "ખીમજી જેસંગ હોલ"માં કરવામાં આવ્યું છે.

         આ અંગે માહિતી આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લ્ભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ગૌપાલન દ્વારા વ્યક્તિ, કુટુંબ, ટ્રસ્ટ - ધર્માદા સંસ્થાઓ સંચાલિત ગૌશાળા - પાંજરાપોળો સ્વનિર્ભર બને, આવકનું સાધન વધે અને આર્થિક ઉન્નત્તિ સાધે તેવા ઉદ્દેશ્યથી ગૌસેવા અ‍ને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિષયોના તજજ્ઞોના વક્તવ્યોનું જુદા જુદા સત્રો સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

                આ સેમીનારનું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના વંદનીય રાજ્યપાલ મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના વરદ્‌ હસ્તે ૧૬ ઓગસ્ટના રોજ સવારે :30 કલાકે ગૌપૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા થશે. બાદમાં દેશભરમાંથી આમંત્રિત તજજ્ઞો દ્વારા ગૌશાળા - પાંજરાપોળમાં ટેક્નોલોજીનો ઉપયોગ, શ્રેષ્ઠ પારદર્શક વહીવટ, ગૌશાળાની સ્વચ્છતા, વિવિધ વિભાગો, ગૌસંવર્ધન, ગૌચર વિકાસ, એગ્રો ફોરેસ્ટ્રી, પંચગવ્ય ઉત્પાદન, બાયો પેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટીલાઇઝર, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી વગેરે વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કરશે અને ગૌશાળા - પાંજરાપોળોના પ્રાણપ્રશ્નોની ચર્ચા થશે.

                આ સેમીનારમાં ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ગૃહરાજ્યમંત્રીશ્રી હરિભાઇ ચૌધરી, ગુજરાત રાજ્યના પશુપાલન અને કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, ગૌસંવર્ધન મંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, જીલ્લાપંચાયત પ્રમુખ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

                આ સેમીનારને સફળ બનાવવા માટે બોર્ડના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, ઉપાધ્યક્ષશ્રી ચૈતન્ય મહારાજ, આચાર્ય ઘનશ્યામજી, શ્રી સત્યજીત ખાચર, શ્રી ગોપાલ સુતરીયા, ડો. કિશોર પટેલ, શ્રી કે. પી. શાસ્ત્રી સ્વામી, શ્રી બી. કે. આહિર, શ્રી જયંતિભાઇ દોશી, ડો. જે.વી. નાડોધા, ડો. એલ. આર. વોરા, શ્રી મનોજ શુક્લ, ડો. બી. કે. પટેલ, ડો. દિનેશ બ્રહ્મભટ્ટ, શ્રી વિનુભાઇ કંટારીયા વગેરે મહાનુભાવો સહિત અધિકારીઓની ટીમ સક્રીય રીતે કાર્યરત છે.

                આ સેમીનારમાં ગૌસેવામાં રસ ધરાવતા અને સ્વનિર્ભર બનવા માગતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વિશેષ માહિતિ માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વેબ સાઇટ અને ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૨૭/૨૮/૨૯ પર સંપર્ક કરી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.