Monday, 14 December 2015

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા


તાજેતરમાં હરીદ્વાર સ્થીત પ્રભુ પ્રેમી સંઘના સ્થાપક પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ રાજકોટના આર્ષવિદ્યામંદિરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા સાથે ગૌસેવા, ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધન જેવા વિષયો પર સવિસ્તાર ચર્ચા કરી હતી. ડો. કથીરિયા દ્વારા ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સમાજમાં ગૌજાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી સ્વામી અવધેશાનંદજીને અવગત કરવામાં આવેલ હતા. સ્વામીજીના કનખલ, હરીદ્વાર સ્થીત આશ્રમ ખાતે ગૌશાળા ચલાવામાં આવે છે. તેઓ દેશી ગૌવંશના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા આયોગના માધ્યમથી જે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અત્યંત પ્રભાવીત થયા હતા અને ડો. કથીરિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમની સાથે ચર્ચામાં આર્ષવિદ્યામંદિરના પ.પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને પુ. સ્વામીની ધન્યાનંદજી પણ જોડાયા હતા.


No comments:

Post a Comment