Sunday, 21 June 2015

વિશ્વ યોગ દિન નિમીતે અમરેલી જીલ્લા ખાતે ગુજરાત સરકાર તરફથી યોગાભ્યાસનું સુકાન સંભાળતા ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયા.


ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ યોગ દિન નીમીતે સમગ્ર રાજ્યમાં વિશ્વવિક્રમ સ્થાપવા દરેક જિલ્લા મથકોએ યોગ શિબીર અને યોગાભ્યાસનું આયોજન કરવામાં આવેલ. આ આયોજનના ભાગ રૂપે અમરેલી જીલ્લામાં સરકાર વતી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને નીયુક્ત કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ઉપસ્થીત નગરજનોને સંબોધતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતું કે, “ભારતીય સાંસ્કૃતીના પૂરસ્કર્તા પરમ આદર્ણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગવિદ્યાનું સમગ્ર વિશ્વને પૂન: સ્મરણ કરાવી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે પ્રસ્થાપિત કરાવા બદલ ગુજરાતના પનોતા પુત્રને લાખ લાખ અભિનંદન.

શારિરીક, માનસિક, આધ્યાત્મીક સુખ, શાંતી અને સ્વસ્થતા માટે યોગવિદ્યા સર્વકાલિન, સર્વભૌમિક, સર્વદેશીય, સર્વક્ષેત્રીય અને સર્વલૌકિક હોય, સમગ્ર વિશ્વને એકતા, વિશ્વ બંધુતા, સામાજીક સમરસતા અને વિશ્વ શાંતી અર્થે જોડનારી સાધના છે.

યોગવિદ્યા માનવમાત્રમાં ઉર્જાનો સંચાર કરે છે. તન-મનનો તનાવ દુર કરનારી છે. એકાગ્રતા દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપનારી છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધનારી છે. ચાલો આપણે સૌ આજથી જ યોગવિ્દ્યાને આપણી દિનચર્યા અને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવી સ્વસ્થ નાગરીક, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણમાં સહભાગી બનીએ.”

આ કાર્યક્રમમાં અમરેલી સાંસદ મનજીભાઇ કાછડીયા, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઇ બાધાણી, ગાંધિનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના સી.ઇ.ઓ. શ્રીમતી અંજુ શર્મા, ધારાસભ્યશ્રીઓ, કલેકટર, ડી.ડી.ઓ., ડી.એસ.પી, ડી.આર.ડી.ઓ ડાયરેકટર, તેમજ ભાજપા, સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, વિ.એચ.પી, વિદ્યાભારતી, પતાંજલી યોગ પીઠ, ના હોદેદારો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, યુ્વાનો અને શહેરીજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 


No comments:

Post a Comment