ડેલીગેશનમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ
વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને
ગૌપ્રેમીઓનો સમાવેશ
દેશમાં ગૌ ક્રાંતિની લહેર ઉઠી છે તે સંદર્ભે
ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની રાહબારી હેઠળ
આખા દેશમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન તા. ૨૨ થી ૨૬ જુન દરમ્યાન ગૌપાલન, ગૌસંવર્ધન
અને ગૌ આધારીત કૃષિ જેવા વિષયોના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણા રાજ્યની મુલાકાતે
જવા રવાના થયેલ છે.
આ અંગે વધુ વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ
કે, આજના સમયની કડવી વાસ્તવીકતા એછે કે યુવા પેઢી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત
કૃષિ જેવા વ્યવસાયોથી દૂર થઇ રહી છે. જો યુવા ખેડુતો અને મહીલા મંડળોને આ તરફ વાળવા
હશે તો, આર્થીક રીતે નભી શકે અને સ્થીરતા આપે તેવું વૈજ્ઞાનિક તેમજ ઓછી ખર્ચાળ તકનીક
વાળું માળખુ પુરૂ પાડવાની તાતી જરૂર છે. આમ કરવાથી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત
કૃષિ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ યુવા સાહસીકો બાહર લાવી શકાશે.
આ સંદર્ભે પંજાબ તથા હરિયાણાની સંશોધન સંસ્થાઓના
આમંત્રણથી એક સ્ટડી ટુર (અભ્યાસ પ્રવાસ) આયોજનના ભાગ રૂપે દેશભરમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ
એક ડેલીગેશન આ રાજ્યોની મુલાકાતે જવા રવાના થયેલ છે. જેમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો,
પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો,
વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓ, ડો. કથીરિયાની રાહબારી હેઠળ આ પ્રવાસમાં જોડાયેલ છે.
આ ડેલીગેશન સાંપ્રત સમસ્યાના ઉકેલ અર્થે સંશોધન અને વિકાસ બાબત ચર્ચા-વિચારણા કરશે.
આ સંદર્ભે ડેલીગેશન પંજાબ તથા હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મીલીટ્રી
ફાર્મના સર્વોચ્ચ નિયામક, દિવ્યજ્યોતી જાર્ગુતી સંસ્થાનના સ્વામી શ્રી ચીન્મય આનંદજી,
નેશનલ ડેરી રીસર્ચ ઇન્સટીટ્યુટ - કર્નાલના નિયામક વગેરે લોકોને મળીને વિષય અનુરૂપ વિચાર-વિમર્શ કરશે.