ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ
છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય-
દુર્ગ દ્વારા તાજેતરમાં ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ
અને પડકારો’ વિષય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું હતુ,
જેમા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણ સિંહ, કૃષી મંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલ
સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહયા હતા,
જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા
‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન આપવામા આવેલ.
આ કાર્યશાળાની ફળશ્રુતી
રૂપે કાર્યશાળાના અંતમાં ડો. કથીરિયા તેમજ તમામ ગૌવૈજ્ઞાનીકોની બેઠકમા એકશન પ્લાન બનાવામાં
આવેલ જેમા છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાતની
માફક ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ,
ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી
આગળ વધે તેવો નીર્ધાર કરવામા આવેલ. આગામી દિવસોમા, છત્ત્તીસગઢમાં બુલ મધર ફાર્મ, એ.આઇ.
સેન્ટર્સ, પંચગવ્ય ઉત્પાદન ટ્રેનીંગ અને મોડેલ ગૌસંવર્ધન કેન્દ્રો સ્થપાશે.