Tuesday, 22 September 2015

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય આયોજીત રાષ્ટ્રીય કાર્યશાળામાં ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને ડો. વલ્લભભાઇ કથીરિયા માર્ગદર્શીત કરશે

છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું છે.  આ રાષ્ટ્રીય કાર્યશાળામાં છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને માર્ગદર્શીત કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ કાર્યશાળાના આયોજનનો મુખ્ય હેતુ, છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાત મોડેલની જેમ ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો છે.


આ માટે વિવિધ ક્ષેત્રના ગૌસેવા સાથે જોડાયેલા તજજ્ઞો, જાણકારો અને અનુભવિઓને ખાસ માર્ગદર્શન આપવા અહિં બોલાવામાં આવ્યા છે. આ કાર્યશાળા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણ સિંહ અને કૃષિમંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ત્રણ દિવસ દરમ્યાન, ૧૪ અલગ-અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.